વી.ન.દ.ગુ.યુનિ. ના NSS વિભાગ દ્વારા આ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના બે યુનિટો કાર્યરત છે, જેમાં સમાજ અને રાષ્ટ્રને લગતી કેટલીક સેવાઓ કરવામાં આવે છે. જેમાં વૃક્ષારોપણ, ભીંતસૂત્રો લખવા, પોલીયો નાબૂદી, ફાઈલેરીયા નાબૂદી, સધન સફાઈ અભિયાન, વાર્ષિક શિબિર, કેટલાક વન-ડે કેમ્પ વગેરે દ્વારા વિદ્યાર્થીનીઓનું સેવાકીય ઘડતર કરવામાં આવે છે.
કૉલેજ કક્ષાએ વિદ્યાર્થીઓમાં શિસ્ત-એક્તા-અનુશાસનના કૌશલ્યો પ્રગટે તે માટે 'રાષ્ટ્રીય લશ્કરી તાલીમ (N.C.C) નું એક યુનિટ ચાલે છે. જેમાં રહી વિદ્યાર્થીનીઓ દેશની એક્તા, અનુશાસન અને લશ્કરી વ્યવસ્થાથી પરિચિત થાય છે. જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના અને વિશ્વ કક્ષાના કેમ્પ N.C.C દ્વારા યોજવામાં આવે છે. તેમજ N.C.C દ્વારા સર્ટિફિકેટ 'B' અને 'C' વિદ્યાર્થીનીને એનાયત કરવામાં આવે છે. જે આગળ અભ્યાસ અને નોકરી માટેના મેરીટમાં ઉમેરો કરે છે. એનું ખૂબ મહત્વ હોય છે.
આ વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, જૂડો, યોગા વગેરે સ્પર્ધાઓની ટૂર્નામેન્ટ રાખવામાં આવે છે, જેમાં રસ ધરાવતી વિદ્યાર્થીનીઓ પોતાનો શારીરિક-માનસિક વિકાસ સાધી શકે છે. તેમજ કૉલેજ કક્ષા અને આંતર યુનિ. કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.
આ સમિતિ દ્વારા વર્ષ દરમ્યાન ગરબા, સમૂહ નૃત્ય, ગાયન, વાદન, અભિનય, નાટ્ય, જુદા-જુદા ડેઝ, હળવું અને શાસ્ત્રીય સંગીત, હસ્તકલાઓ, વાર્ષિકોત્સવ જેવા અનેકવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ થાય છે. જે દ્વારા વિદ્યાર્થીનીઓમાં સાંસ્કૃતિક ચેતના વિકસે છે તેમજ આંતર યુનિ. કક્ષાએ યોજતી સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ ભાગ લઈ શકે છે.
કૉલેજમાં વક્તૃત્વ, નિબંધ, કાવ્યપઠન, ભીંતપત્ર લેખન, પ્રશ્નોત્તરી જેવી અનેકવિધ સાહિત્યિક પ્રવૃતિઓ થાય છે, જેના દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ વિકસે છે. તેમજ આંતર યુનિ. કક્ષાએ યોજતી સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ ભાગ લઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષથી નિયમિતપણે કૉલેજ પોતાનું વાર્ષિક મુખપત્ર 'ઉત્કર્ષ' પ્રગટ કરે છે, જેમાં કૉલેજની વિવિધ પ્રવૃતિઓના અહેવાલો, અધ્યાપકોના સંશોધનો પેપરો, મૌલિક સર્જન અને તેમજ વિદ્યાર્થી દ્વારા રચાયેલા નિબંધો, કવિતાઓ, વાર્તાઓ, વગેરે વ્યવસ્થિત રીતે પ્રગટ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થિનીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ વિકાસ પામે છે.
કૉલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી બાબતે શું ભણવું ? કે કેવા ફિલ્ડમાં નોકરી મેળવવી વગેરેનું માર્ગદર્શન કૉલેજની આ સમિતિ આપે છે અને તેના સેમિનારો કૉલેજમા યોજવામાં આવે છે.
રક્તદાન શિબિર, શિક્ષક દિન, શહિદ દિન, કૉલેજ પિકનીક, કુકીંગ ડે, કલા પ્રદર્શન, પુસ્તકમેલો, પર્યાવરણ ડે, વૃક્ષારોપણ, કેમ્પસ સફાઈ, રાષ્ટ્રીય તહેવારના કાર્યક્રમો, વિવિધ તજજ્ઞોનાં વ્યાખ્યાનો કે વિષયલક્ષી સેમિનારોનું કૉલેજમાં આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
* Approval of affiliation by Veer Narmad South Gujarat University is under process.
Click Here to View College Brochure
Click Here to Admission Form